Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સુરતના કતારગામમાં કારખાનેદાર પાસેથી 50 લાખની ખંડણીની માંગણી કરી પરેશાન કરનાર ડભોલીના યુવકની ધરપકડ

સુરત: શહેરના કતારગામ નંદુડોશીની વાડીમાં ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવતા વેડરોડના કારખાનેદારને રૂબરૂ મળી તેમજ બાદમાં અવરજવર ફોન કરી પોતાની ઓળખ મુંબઈના રાણાભાઇના માણસ તરીકે આપી ચૂંટણી ફંડના નામે રૂ. ૫૦ લાખની ખંડણી માગનાર ડભોલી રોડના યુવાનને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. 

ઝડપાયેલા યુવાનને ઓનલાઈન રેડીમેડ કપડાના ધંધામાં રૂ.૩૮ લાખની ખોટ જતાં તેણે ટૂંકા અને સરળ રસ્તે રૂપિયા કમાવવા માટે છ મહિના અગાઉ જ બનેલા મિત્રના સરળ સ્વભાવના પિતાને ટાર્ગેટ કરી ખંડણીની માગણી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા યુવાનના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.

(5:42 pm IST)