Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સુરતમાં સસ્તા મકાન આપવાની લાલચ આપી ભેજાબાજે 150થી વધુ લોકો સાથે સવા કરોડની છેતરપિંડી આચરી

સુરત:વ્હોરા સમાજના સામાન્ય પરિવારના લોકોને મહિધરપુરા અલાયાની વાડી ખાતે ફ્લેટ આપવાના બહાને બુકિંગ પેટે પૈસા લઇ બાદમાં પ્રોજેક્ટ શરૂ નહીં કરી અને ત્યારબાદ તે સ્થળે બીજો પ્રોજેક્ટ મૂકી અગાઉના પ્રોજેક્ટમાં બાના પેટે લીધેલી તમામ રકમ પરત કરી દીધી છે તેવા દસ્તાવેજો ઉભા કરી વ્હોરા સમાજના ૧૫૦ થી વધુ વ્યક્તિ સાથે રૂ.૧.૨૫ કરોડથી વધુની ઠગાઈ કરનાર પેઢીના મહિલા ભાગીદાર વિરુદ્ધ મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઝાંપાબજાર તૈયબી મહોલ્લો એ.સી.એન એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૪૦૨ માં રહેતા અને ઘરમાં સિલાઈ કામ કરતા ૪૪ વર્ષીય વિધવા શહેનાઝ ખોઝેમભાઇ દાગીનાવાળાએ વર્ષ ૨૦૧૦ માં મહિધરપુરા પોસ્ટ ઓફિસની પાછળ અલાયાની વાડીમાં ૪/૨૦૦ ખાતે બાબાજી બાગના નામે રેસિડેન્સીયલ ફ્લેટનું આયોજન કરનાર મુલ્લા અબ્દુલ હુસેન મોહમ્મદભાઈ મલમપટ્ટીવાલા, જોહર મુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાલા, આસીફા જોહર મુલ્લા મલમપટ્ટીવાલા, નેમાબેન મુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાલા તથા ફૈજી ફકરૂદ્દીન પહાડવાલાની પેઢી એફજેડ એન્ટરપ્રાઇઝમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. તેમણે રૂ. ૮૨,૫૦૦ ચૂકવ્યા હતા પણ રસીદ રૂા.૩૭,૫૦૦ ની આપી બાકી રકમની નોંધ એક ડાયરીમાં કરાઇ હતી. 

(5:42 pm IST)