Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ચિલોડા-ગાંધીનગર હાઇવે પર સિક્સલેનના પ્રોજેક્ટ અંતર્ગત 4700 જેટલા વૃક્ષ કાપવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ આંદોલન પર

ગાંધીનગર:ચિલોડા-ગાંધીનગર-સરખેજના માર્ગને સંપુર્ણ સીક્સલેન કરવાના પ્રોજેક્ટ અંતર્ગત સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે.જો કે,વૃક્ષોને બચાવવા પર્યાવરણપ્રેમીઓએ આંદોલન છેડયો હતો તેમ છતા વિકાસની આંધળી દોડમાં ઝાડ કાપવાની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી. ચિલોડા સર્કલથી બ્રીજ સુધીના વિસ્તારમાં ૨,૧૦૦ જ્યારે સરગાસણથી વૈષ્ણોેદેવી સુધીના માર્ગ ઉપર ૨,૬૦૦ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. તો આ વિસ્તારમાંથી કુલ ૮૫ વૃક્ષોને ઉપાડીને અન્ય જગ્યાએ પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે આવી જ રીતે ૩,૪૦૦ રોપાઓનું પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. 

 

(5:42 pm IST)