Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

આણંદ: ગેરકાયદે રેતી ખનનના બનાવમાં વધારો: ચરોતર પંથકમાં તંત્રએ મશીનને જપ્ત કર્યું

આણંદ:હાલમાં સમગ્ર ચરોતર પંથક સહિત કાઠાંગાળાના વિસ્તારોમાં માટી તથા રેતીનું ગેરકાયદેસર ખનન વ્યાપક પ્રમાણમાં વધી જવા પામ્યું છે ત્યારે સ્થાનિક ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ બદીને રોકવા માટે વધુ કડક કાર્યવાહીના પગલાંરૂપે ડીઝીટલાઈઝેશનની મદદથી ડ્રોન દ્વારા નજર રાખી મોટાભાગે તેમાં તંત્રને સફળતા સાંપડી રહી છે. જેના ભાગરૂપે ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ખાતે ડ્રોન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગેરકાયદેસર રીતે ખનન કરતુ હીટાચી મશીન હોવાનું જણાતા તંત્રએ જે-તે સ્થળ ઉપર રેડ કરી હીટાચી મશીનને જપ્ત કરવામાં આવ્યું હતું.

(5:41 pm IST)