Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રાજ્યમાં કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે વિવિધ યોજના અને કાર્યક્રમ અમલમાં મુકાયા

વડોદરા:ઘનકચરાની સાથે સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ- ૨૦૧૬ હેઠળ દરેક સ્થાનિક સ્વરાજયની સંસ્થા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનો એકશન પ્લાન તૈયાર કરવા તાજેતરમાં સરકાર દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો.

રાજયના શહેરી વિસ્તારો ગાર્બેજ ફ્રી થાય, પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ થાય તે હેતુથી કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ગુજરાતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ ૨૦૧૬ તા.૧૨-૧-૨૦૧૭ થી અમલમાં છે. તે જ રીતે પ્લાસ્ટીક મેનેજમેન્ટ રૃલ્સ-૨૦૧૬ પણ અમલમાં છે. 

(5:41 pm IST)