Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વડોદરામાં જુદા-જુદા બે બનાવમાં આગની ઘટનાથી અફડાતફડી

વડોદરા:શહેરમાં આગ લાગવાના જુદા-જુદા બે બનાવ બન્યા હતા. જેમાં વડોદરા પાસે હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી.

દહેજથી કોલસા ભરી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક ગઈ મધરાતે વડોદરા પાસે સયાજીપુરા બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે એકાએક આગ લાગતા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબુમાં લેતા મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી.

(5:40 pm IST)