Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

નાનકડી બાળા સાથે અડપલા કરનાર ગુલામદારને ૧૦ વર્ષની સજા ફટકારી

બાળકીને ધમકી આપી કે તારા મા-બાપને પોલીસમાં પકડાવી દઈશ...

અમદાવાદ : ચંડોળા તળાવ પાસે આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ૭૦ વર્ષના વૃદ્ધને પોકસોના ખાસ જજ વિનોદભાઈ જે.કલોતરાએ ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા અને ચાર હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.જયારે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિસ એકટ-૨૦૧૨ (પોકસો) એકટ અન્વયે એક લાખ રૂપિયા વળતર રાજય સરકારે ચુકવવાના રહેશે આ ચુકાદાની નકલ અમદાવાદ જિલ્લા કલેકટરને મોકલી આપવા જણાવ્યું છે.

ગત તા.૨૯-૩-૨૦૧૭ના રોજ સાંજે આઠ વર્ષની બાળકી ચંડોળા તળાવ પાસે આવેલી સોસાયટીમાંથી ગોળી બિસ્કીટ લેવા નીકળી હતી તે વખતે આરોપી ગુલામકાદર જલાલીએ તેનીને લલચાવી ફોસલાવીને અડપલા કર્યા હતા. પછી આરોપીએ બાળકીને કહ્યું કે, આ વાતની જાણ કોઈને કરીશ તો તારા માતા-પિતાને પોલીસમાં પકડાવી દઈશ તેવી ધમકી આપી હતી. ભોગ બનેલી બાળકીની માતાને જાણ થતા તેમને ઈસનપુર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આરોપી ગુલામકાદર જલાલીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂકયું હતું.

સરકારી વકીલ નીલેશ લોધાએ ૧૫ સાક્ષીઓ અને ૨૪ સાક્ષીઓની જુબાનીના આધારે કેસ પુરવારને કોર્ટને જણાવ્યું કે, આઠ વર્ષની બાળકી ભોગ બની છે,જયારે આરોપી ગુલામકાદરની ઉંમર ૭૦ વર્ષની છે.

બાળકીએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં આરોપીનો સ્પષ્ટ ઉલ્લેક કર્યો હતો. આમ આરોપી સામે ગુનો પુરવાર થયો છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને વધુમાં વધુ સજા કરવી ન્યાયહિતમાં જરૂરી છે.

(4:23 pm IST)