Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અમિતભાઇ શાહ અને વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી સહિતના સાથે બંધબારણે બેઠક :રાજકારણ ગરમાયુ

અમદાવાદ :લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ વિવિધ સમાજને પોતાની વાત મનવવાનાં પ્રયત્નો કરતા દેખાય છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અમદાવાદમાં હતા ત્યારે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી. પટેલ અને સભ્યો સાથે પટેલ અને સભ્યો સાથે મુલાકાત કરી હતી

  . આ સાથે અમિતભાઈ  શાહે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતાં. આ બંધ બારણાની બેઠક આશરે અઢી કલાક ચાલી હતી.

 

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમિતભાઈ  શાહ પોતાની પૌત્રીનાં જન્મદિનનાં પ્રસંગે અમદાવાદમાં આવ્યાં હતાં. ત્યારે તેમણે રાતે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી.પટેલ અને સભ્યો સાથે તેમના જ નિવાસસ્થાન ડિવાઇન આઇલેન્ડ સોસાયટીમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં અમિતભાઈ  શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડે ,સીએમ નીતિનભાઈ અને  પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા છે.

 સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાટીદારોમાં ટિકિટ વહેંચણી અંગેની જે નારાજગી છે તેને મનાવવાનાં પ્રયાસો થઇ રહ્યાં હતાં

(12:51 pm IST)