Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

૯૧ કિલોના સી. આર. પાટીલના ઉપજયા ૪ર,૯૦૦ રૂપિયા

નવસારીના બીજેપીના ઉમેદવારનું વીસ વેપારી સંસ્થાઓએ સિક્કાથી વજન કર્યુ, જે રકમ સી. આર. પાટીલે ત્યારે જ તાપી નદીના સફાઇ અભિયાનમાં આપી દીધી

સુરત તા. ૧ર :..નવસારીના બીજેપીના લોકસભા ઉમેદવાર સી. આર. પાટિલનું ગઇકાલે નવસારીની કાપડ બજારના વીસ જેટલા સંગઠનો દ્વારા સીક્કાથી તોળીને સન્માન કરવામાં આવ્યું. બુધવારે રાતે નકકી કર્યા પછી ગઇકાલે સવારે એનો અમલ કરવા માટે આખી માર્કેટમાંથી એક અને બે રૂપિયાના કોઇન્સ એકઠાં કરવામાં આવ્યા અને સવારે આ સન્માન કરવામાં આવ્યું. જેમાં ૯૧ કિલોના વજનદાર ઉમેદવાર ૪ર,૯૦૦ રૂપિયાના સિક્કાથી તોળાયા હતાં.

વેપારીઓએ આ ફંડ ઇલેકશનમાં વાપરવા માટે એકત્રીત કરવાનું નકકી કર્યુ હતું. પણ સી. આર. પાટિલે તેમના વજનનું આ ફંડ તરત જ તાપી નદીના સફાઇ અભિયાનમાં વાપરવા માટે વેપારી સંગઠનોને જ આપી દીધું હતું.

(11:55 am IST)