Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મને ચૂંટણી પંચની કોઈ નોટીસ મળી નથી, વડાપ્રધાનનો આદર કરુ છું

મોઢવાડિયા કહે છે મોદીની છાતીનું માપ ભાજપવાળા કાઢે છે, હું નહિઃ મેં એની સરખામણી કરી નથી

રાજકોટ, તા. ૧૨ :. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પોતાને ચૂંટણી પંચ તરફથી આજ સુધીમાં કોઈ નોટીસ મળ્યાનું નકારી પોતે વડાપ્રધાન માટે કોઈ અણછાજતા શબ્દો વાપર્યાનો ઈન્કાર કર્યો છે. પોતાના વિધાનોનું ખોટુ અર્થઘટન થઈ રહ્યાનું તેમનું કહેવુ છે.

શ્રી મોઢવાડિયાએ બનાસકાંઠામાં સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો સંદર્ભ ટાંકી એવુ જણાવેલ કે, માણસની છાતી ૩૬ની હોય, પહેલવાન હોય તો ૫૨ ઈંચની છાતી હોય, ૫૬ની છાતી તો ગધેડાની હોય અને ૧૦૦ની છાતી પાડાની હોય. ભાજપવાળા મોદીની છાતીને ૫૬ની ગણાવે છે.

તેમના ઉપરોકત વિધાન બાદ વડાપ્રધાનનું અપમાન થયાનો વિવાદ જાગેલ. તેમને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકાર દ્વારા નોટીસ અપાયાના અહેવાલ વહેતા થયેલ. આ બાબતે આજે શ્રી મોઢવાડિયાએ જણાવેલ કે, હું વડાપ્રધાનનો ખૂબ આદર કરૂ છું. મેં તેમની સરખામણી કોઈની સાથે કરી નથી. ભાજપવાળા તેમની છાતીનંુ માપ કાઢી રહ્યા છે. તે અંગે મેં એવુ કહેલ કે તેઓ માણસ છે. માણસની છાતી ૫૬ની ન હોય. વડાપ્રધાનની છાતીનુ માપ કાઢી ભાજપવાળા તેમનું અપમાન કરી રહ્યા છે હું તો તેમનો આદર કરૂ છું. મેં જે કહ્યુ તેમા કયાંય વડાપ્રધાનનંુ અપમાન થતુ નથી તેથી મને નોટીસ મળવાપાત્ર નથી.

(11:53 am IST)