Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મહેસાણા ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર સાથે ફાડ્યો છેડો

જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકમાં લેવાયો નિર્ણંય :કોંગ્રેસના ઉમેદવારને સમર્થનની જાહેરાત

 

મહેસાણા ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડ્યો છે મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે મોડી સાંજે ખાનગી ફાર્મ હાઉસમાં યોજાયેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી નાખવાની જાહેરાત કરવા સાથે કોંગ્રેસના મહેસાણા લોકસભાના ઉમેદવાર .જે. પટેલને સમર્થન આપવા એલાન કર્યું છે 

   મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર દ્વારા ખાનગી ફાર્મ હાઉસમાં મોડી સાંજે જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં મહેસાણા જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ, મહેસાણા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર . જે. પટેલના સમર્થન માટે બેઠકનું આયોજન કરાયું હતું.

   બેઠકમાં હાજર ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો, કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો સાથે થયેલી ચર્ચા બાદ મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે  જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "સર્વસંમતિથી નિર્ણય લીધા બાદ મહેસાણા ઠાકોર સેના આજે અલ્પેશની ઠાકોર સેના સાથે પોતાનો છેડો ફાડે છે. અમે સમાજના આગેવાનો પાસે સમર્થન માગીએ છીએ કે, જ્યારે પણ અમને જરૂર પડે ત્યારે તમારું સમર્થન આપજો. સમાજને જ્યારે જરૂર હોય ત્યારે અમારી સેના તમારી સાથે હશે. આજે બોલવું અને કાલે ફરી જવું અમારા લોહીમાં નથી." 

(12:02 am IST)