Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પાટણ જિલ્લા ઠાકોર સેનાને રાજકારણથી દૂર રાખવા નિર્ણંય :ભાજપ કે કોંગ્રેસ કોઈ પાર્ટીને સમર્થન નહીં

ઠાકોર સેના માત્ર ઠાકોર સેનાનું જ કામ કરશે: માત્ર સમાજનું કામ કરશે અને રાજકારણથી અલિપ્ત રહેશે.

 

પાટણઃ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ઠાકોર સેનામાં આંતરિક રાજકારણ ગરમાયુ છે મહેસાણા જિલ્લા ઠાકોર સેનાએ કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે ત્યારે પાટણ જિલ્લાની ઠાકોર સેનાના કાર્યકરો અને હોદ્દારોની હોટલમાં વિશેષ મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં ઠાકોર સેનાને રાજકારણથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે. અને ઠાકોર સેના ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષને સમર્થન આપશે નહીં.તેવું નકી થયું હતું 

      પાટણની એક હોટલમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સમિતીના ઠાકોર સેનાના હોદ્દેદારો, ઠાકોર સેનાના કાર્યકરો અને જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે, "ઠાકોર સમાજ સ્વતંત્ર છે અને તેમને જ્યાં મત આપવો હોય તે આપી શકે છે. પાટણ જિલ્લાની ઠાકોર સેનાનું કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ પક્ષને સમર્થન નથી. ઠાકોર સેના માત્ર ઠાકોર સેનાનું જ કામ કરશે, માત્ર સમાજનું કામ કરશે અને રાજકારણથી અલિપ્ત રહેશે.

(12:15 am IST)