Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મધુ શ્રીવાસ્તવે આચારસંહિતાનો ભંગ કર્યો : રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ કાર્યવાહીનો કર્યો આદેશ :પોલીસ ફરિયાદ !!

હું હિન્દીભાષી છું, જેથી મને ગુજરાતી શબ્દ ઠેકાણે પાડવાનો અર્થ ખબર નથી પડતી : મધુ શ્રીવાસ્તવના આ જવાબથી ચૂંટણી પંચ સંતુષ્ટ નથી.

 

ભાજપનાં વાઘોડિયાનાંધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલી વધી છે ચૂંટણી પંચે કહ્યું છે કે મધુ શ્રીવાસ્તવે આચારસંહિતાનો ભંગ કર્યો છે, એટલે ચૂંટણી પંચ મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ કરશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ વડોદરા ચૂંટણી અધિકારીને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા છે અને મધુ શ્રીવાસ્તવને ફરીથી પ્રકારનો શબ્દ પ્રયોગ થાય તેવી કડક સૂચના આપી છે. મધુ શ્રીવાસ્તવે કલેકટરને જવાબ આપ્યો છે હું હિન્દીભાષી છું, જેથી મને ગુજરાતી શબ્દ ઠેકાણે પાડવાનો અર્થ ખબર નથી પડતી. જો કે મધુ શ્રીવાસ્તવના જવાબથી ચૂંટણી પંચ સંતુષ્ટ નથી.

   મામલે વડોદરાનાં ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે કહ્યું છે કે આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદમાં મધુ શ્રીવાસ્તવને ક્લિનચીટ નથી આપી. ચૂંટણી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધવા માટે પત્ર લખ્યો છે. સાથે મધુ શ્રીવાસ્તવને માત્ર ચેતવણી આપી છે કે બીજી વખત આવી ભાષાનો પ્રયોગ કરવો. જેથી જિલ્લા ચૂંટણી અધિકારીની કાર્યવાહી સામે કોંગ્રેસે અસંતોષ વ્યકત કર્યો છે. સરકારી અધિકારીઓ ભાજપનો ખેસ પહેરી કામગીરી કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોગ્રેસે માગ કરી છે કે મધુ શ્રીવાસ્તવને ચૂંટણી સુધી લોકસભા મતક્ષેત્રમાંથી દુર કરવામાં આવે.

(12:59 am IST)