Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રાજ્યમાં ભાજપ કોંગ્રેસ સહીત 46 રાજકીય પક્ષો ચૂંટણીજંગમાં :27 મહિલા ઉમેદવારો મેદાનમાં

અમદાવાદ :ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 23 એપ્રિલે મતદાન યોજાશે. દરમિયાન 371 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિત 46 રાજકીય પક્ષના ઉમેદવારો ચૂંટણીજંગમાં છે.

   રાજ્યમાં 371 ઉમેદવારો પૈકી સૌથી વધુ ઉમેદવારો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 31 ઉમેદવારો નોંધાયાં છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવારો પંચમહાલ લોકસભા બેઠક પર માત્ર 6 ઉમેદવારો નોંધાયાં છે. રાજકીય પક્ષ ઉપરાંત અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ વધારે છે.

   રાજ્યમાં 197 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. જ્યારે પક્ષની દૃષ્ટિએ ભાજપ-કોંગ્રેસ 26-26 બન્ને મુખ્ય રાજકીય પક્ષે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બસપાએ 25 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

  લોકસભા ચૂંટણીમાં 27 મહિલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં પુરુષ ઉમેદવારોને પડકાર આપ્યો છે. જેમાં કચ્છ - 2, બનાસકાંઠા -2, મહેસાણા - 1, ગાંધીનગર -1, અમદાવાદ પૂર્વ - 3, અમદાવાદ પશ્વિમ - 1, પોરબંદર - 1, જામનગર -3, ભાવનગર - 2, ખેડા -1, વડોદરા - 2, છોટા ઉદેપુર - 1, સુરત -3 અને નવસારી જિલ્લામાં પણ 3-3 ઉમેદવારોનો સમાવેશ થાય છે. હવે 23 એપ્રિલે કોના તરફી મતદાન થશે તે જોવું રહેશે.

(9:22 pm IST)