Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સુરત મહાનગર પાલિકાને રીન્યુએબલ એનર્જી ક્ષેત્ર માટે હુડકો દ્વારા એવોર્ડ અપાશે

સુરત: રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સુરત મહાનગર પાલિકાએ અનેક સિદ્ધિ મેળવી છે. ત્યારે તેની કામગીરીના વધુ એક વખત વખાણ થયા છે. સુરતા મહાનગર પાલિકાને હુડકો દ્વારા તેની રીન્યુએબલ એનર્જી અંગે કરેલી કામગીરી માટે આગામી 25મી એપ્રિલના રોજ એવોર્ડ આપવામાં આવશે.

મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકાએ ઊર્જા કાર્ય ક્ષમતાના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 32.4 મેગાવોટની વિન્ડપાવર અને 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા બચતના ભાગરૂપે કન્વેશનલ સ્ટ્રીટ લાઇટ ફિટીંગને એલઇડીમાં બદલવાની કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના તમામ પ્રયાસના કારણે પાલિકા કુલ વીજ વપરાશના 34 ટકા જેટલો હિસ્સો રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવી રહી છે.

મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકાએ ઊર્જા કાર્ય ક્ષમતાના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 32.4 મેગાવોટની વિન્ડપાવર અને 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા બચતના ભાગરૂપે કન્વેશનલ સ્ટ્રીટ લાઇટ ફિટીંગને એલઇડીમાં બદલવાની કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના તમામ પ્રયાસના કારણે પાલિકા કુલ વીજ વપરાશના 34 ટકા જેટલો હિસ્સો રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવી રહી છે.

વિન્ડ પાવર થકી 32 મેગાવોટનું ઉત્પ્દન

સુરત મહાનગર પાલિકા દેશની પહેલી મહાનગર પાલિકા છે જેને વિન્ડપાવર પ્લાન્ટ નાંખ્યો છે. પોરબંદર ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં રૂ. 26.90 કરોડનો ફાયદો થયો છે. તેની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. જેની પાછળ રૂ. 43.93 કરોડનો ખર્ચ થયો હતો. પ્રોજેક્ટ થી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં 52.63 કરોડનો ફાયદો થયો છે.

ત્રીજો પ્રોજેક્ટ પણ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. રૂ. 26.65 કરોડનો ફાયદો મહાનગર પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં થયો છે. તો ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. પ્રોજેક્ટ પાછળ મનપાએ સૌથી વધુ 90.60 કરોડનો ખર્ચ કર્યો હતો. અહીંથી મનપાએ સૌથી વધુ 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરુ કર્યું હતું.

સપ્ટેમ્બર 2018 સુધીમાં પ્રોજેક્ટ થકી 38.26 કરોડનો ચોખ્ખો નફો થયો છે. આમ સુરત મનપાએ અત્યાર સુધી રૂ. 202.20 કરોડનો ખર્ચ ચાર પવન ચક્કી પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા છે. જેમાંથી 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તમામ પ્રોજેક્ટ થકી મનપાને અત્યાર સુધીમાં 138.74 કરોડનો ફાયદો થયો છે. હાલમાં 16 કરોડના ખર્ચે પ્રોજેક્ટ નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે.

સોલાર વીજ ઉત્પાદનમાં પણ અવ્વલ

સુરત મહાનગર પાલિકાના સરથાણા વોટર વર્કસ, કતારગામ વોટર વર્કસ, વરાછા વોટર વર્કસ, રાંદેર વોટર વર્કસ, કોસાડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઉધના જલ વિતરણ મથક, સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મગોબ જલ વિતરણ મથક પર 6 મેગાવોટની રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવી છે. તમામ સ્થળો પર લાગેલા રૂટ સોલાર થકી મનપા વર્ષે 83 લાખ વીજ યુનિટનું ઉત્પાદન કરે છે, પાણીના ટ્રીટમેન્ટ થી લઇ ડીસ્ટ્રીબ્યુશન સહિતની કામગીરી કરવામાં આવે છે.

જેમાંથી પાણી વિતરણ સહિતના કામો માટે 53 લાખ યુનિટનો ઉપયોગ થાય છે. મનપા 6 મેગાવોટ સોલાર પ્લાન્ટમાંથી 4 મેગાવોટ વિજળીનો વપરાસ વોટર વર્કસમાં કરે છે. સોલાર વિજળી મેળવવાના કારણે પર્યાવરણને પણ મોટો ફાયદો થાય છે, વર્ષે અંદાજીત 7000 મેટ્રિક કાર્બન ડાયોક્સાઈડનું ઉત્પાદન અટકે છે. સુરત મહાનગરપાલિકા આગામી વર્ષમાં વધુ 2 મેગાવોટનો રૂફટોપ સોલાર પ્લાન્ટ નાંખવા જઈ રહી છે, જેથી કુલ ઉત્પાદન 8 મેગાવોટ પર પહોંચશે.

એક મેગાવોટનો પ્લાન્ટ નાખવાનો કેપિટલ ખર્ચા 6 થી 7 વર્ષમાં પાછો મળી જાય છે, સામાન્ય રીતે સોલાર પેનલની લાઈફ 25 વર્ષની હોવાથી લાંબા ગાળે ફાયદો થતો હોય છે. રૂફટોપ સોલારથી મનપાને વાર્ષિક 5.2 કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થાય છે. રૂફટોપ સોલાર ઉપરાંત વિન્ડ પાવરમાં 32 મેગાવોટ અને બાયોગેસમાં 5 મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરી પાલિકા વર્ષે 45 કરોડની બચત કરે છે. આગામી વર્ષોમાં મનપા 50 ટકા જેટલો વીજ વપરાસ પ્રાકૃતિક સ્ત્રોત સુધી લઇ જવાનું આયોજન કરી રહી છે, જે હાલ 35 ટકા છે.

(9:09 am IST)