Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

બે લાખ અમદાવાદીઓને આયકર નોટીસો

બેંક એકાઉન્ટને પાનકાર્ડ-આધારકાર્ડ સાથે જોડી દેવાતા જાણ થઇ જાય છે : ૫૦ હજારથી વધુ ટ્રાન્ઝેકશન કરનારાને ઝપટે લેવાયાઃ આવકવેરા ખાતુ તૂટી પડયું

સામાન્ય રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરનારાઓને આવકવેરા વિભાગની નોટિસ મળે તો નવાઈ ન લાગે. પરંતુ ૫૦ હજારથી વધુના ટ્રાન્ઝેકશન પર પણ હવે નોટિસ મળી રહી છે. અમદાવાદ શહેરમાં ૫૦ હજારથી વધુનું ટ્રાન્ઝેકશન કરનારા ૨ લાખ લોકોને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે.જે કરદાતાઓએ બેન્કમાં ૫૦ હજારથી વધુનું ટ્રાન્ઝેકશન કર્યું છે તેમને ઈન્કમટેકસ વિભાગે મેસેજ કરીને નોટિસ પાઠવી છે. પાન નંબર પર હાઈ વેલ્યૂના ટ્રાન્ઝેકશન થયા હોવાના કારણે ટેકસ ભરવાનો થતો હોવાનું જણાવીને ૧૫ માર્ચ પહેલા એડવાન્સ ટેકસ ભરી દેવા સૂચના આપવામાં આવી છે. કોઈ કરદાતાએ ફિકસ ડિપોઝિટ, નિવૃત્ત્। લાભ, પોસ્ટ ઓફિસમાં ઈન્વેસ્ટમેન્ટ, નાના-મોટા હાઉસ હોલ્ડ ખર્ચ વગેરે માટે બેન્કમાં જમા કરાવેલી રકમને ધ્યાનમાં રાખીને કરદાતાઓને મેસેજથી નોટિસ અપાઈ રહી હોવાનું ટીવી-૯માં જણાવાયું છે.મહત્વનું છે કે બેન્ક એકાઉન્ટને પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડવામાં આવતાં કરદાતાએ કરેલા વ્યવહારોની જાણ આઈટી વિભાગને થઈ જાય છે. આ ઉપરાંત કરદાતાએ કરેલી રહેણાંક મિલકતોની ખરીદી, બેન્કમાં એફડી, કરન્ટ એકાઉન્ટમાં કેસ ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ, બોન્ડ, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને ધ્યાનમાં લઈને ઈન્કમટેકસ વિભાગે તપાસ શરૂ કરી છે.

(3:25 pm IST)