Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણની વચ્ચે ઠંડા પવનો

ધુળેટી પર્વ પર ઉજવણી બાદ ઈન્ફેકશનના કેસો : અમદાવાદ સહિત રાજ્યમાં હજુ પલ્ટો આવે તેવા એંધાણ

અમદાવાદ, તા. ૧૧ : અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો પણ ફુંકાયા હતા. આવતીકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે. જ્યારે લઘુત્તમ તાપમાન આવતીકાલે ગગડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર લો પ્રેશરના પરિણામ સ્વરૂપે હવામાનમાં હાલમાં પલ્ટો આવ્યો છે. કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ થયો છે. બીજી બાજુ હજુ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ હાલમાં કરા સાથે વરસાદ થયો છે. બેવડી સિઝનની ફરી એકવાર શરૂઆત થઈ છે. આવી સ્થિતિમાં રોગચાળાએ પણ સકંજો જમવ્યો છે. શરદી, ઉધરસ અને ઈન્ફેકશનના કેસો વધ્યા છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે લોકો પહેલાથી જ સાવચેત બનેલા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૦.૪ અને લઘુત્તમ તાપમાન ૧૮.૪ ડિગ્રી રહ્યું હતું.

          નલિયામાં પારો લઘુત્તમ તાપમાનમાં ૨૦થી ઉપર પહોંચ્યો હતો. હવામાન વિભાગ અને જાણકાર લોકોના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તપમાનમાં હવે ફેરફાર થવાની શક્યત હાલ પુરતી ઓછી દેખાઈ રહી છે. મિશ્ર સિઝનના પરિણામ સ્વરુપે નાના બાળકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. તાવના કેસોમાં પણ વધારો થયો છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ પ્રકારની સિઝનમાં નિયમિતતાથી પીછેહઠ થવાની સ્થિતિમાં બિમાર થવાનો ખતરો રહેલો છે. તહેવારોની સિઝનમાં બેદરકારીના કેસ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં તાવના કેસ પણ વધી ગયા છે. મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સાથે કોર્પોરેશન દ્વારા જરૂરી પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૦ સુધી પહોંચે તેવી શક્યતા છે.  ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન ૩૧ અને અમદાવાદમાં ૩૦.૪ ડિગ્રી પારો રહ્યો હતો. નલિયામાં ૨૬ અને સુરતમાં ૨૮.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ક્યા કેટલું તાપમાન.....

વિસ્તાર....................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૩૦.૪

ડિસા............................................................ ૨૯.૩

ગાંધીનગર ..................................................... ૩૧

વડોદરા....................................................... ૩૦.૪

સુરત........................................................... ૨૮.૮

ભાવનગર.................................................... ૩૦.૮

રાજકોટ....................................................... ૨૯.૭

નલિયા........................................................ ૨૬.૬

પોરબંદર..................................................... ૨૯.૬

(9:48 pm IST)