Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

હવે હાર્દિક પટેલ 5000 પાટીદારોને ભેગા કરી બતાવે : એસપીજી નેતા લાલજી પટેલે હાર્દિકને ફેંક્યો પડકાર

સમાજના હિત માટે આવ્યા હતા. પરંતુ સમાજને પુછ્યા વિના રાજકારણમાં પ્રવેશ્યા

અમદાવાદ ;પાસના સુપ્રીમો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે ખુલીને નારાજગી વ્યક્ત કરી છે એસપીજી નેતા લાલજી પટેલે હાર્દિક પટેલના રાજકારણ પ્રવેશ અંગે કથિત નારાજગી વ્યક્ત કરતા એવો પણ આરોપ મુક્યો છે કે હાર્દિક પટેલે સમાજના હિત માટે આવ્યા હતા. પરંતુ સમાજને પુછ્યા વિના રાજકારણમાં પ્રવેશ્યા છે.

  પાટીદારોનો પ્રેમ સમાજના પ્રશ્નો માટે હતો. હવે હાર્દિક પટેલ 5000 પાટીદારોને ભેગા કરી બતાવે એવો પડકાર ફેંક્યો હતો.

   ગુજરાતમાં 58 વર્ષ માટે આજે અમદાવાદ ખાતે 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ત્રિમંદિર પાસે જન સંકલ્પ રેલીમાં હાર્દિક પટેલે વિવિધત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં પ્રવેશતાં પાસ નેતા હાર્દિક પટેલે ચોકીદાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસમાં જોડાયાનો આનંદ વ્યક્ત કરી પ્રજા હિત લડવા તૈયારી બતાવી હતી.   

(11:21 pm IST)