Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

છોટાઉદેપુર એલસીબીનો સપાટો : બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એમપીના યુવકની ધરપકડ

 

છોટાઉદેપુર જીલ્લા એલ.સી.બી. સપાટો બોલાવ્યો છે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાખરપુરા ગામેથી સીલ્વર કલરની બોલેરો ગાડીમાં ચોરી છુપી રીતે ભરી લઇ જવાતા વિદેશી દારૂ ના જથ્થા સાથે કુલ કિ.રૂ.,૭૬,૬૦૦ના મુદ્દામાલ સાથે એક યુવકની ધરપકડ કરાઇ છે

   છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ..ભાભોરની સુચના અને માર્ગદર્શન આધારે  એલ.સી.બી પો... .એસ.સરવૈયા તેમજ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સખતમાં સખત રેઇડો કરવા તેમજ વાહન ચેકીંગ તેમજ નાકાબંધી કરી ખાનગી રાહે અંગત બાતમીદારો થકી હકિકતો મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી હોય જિલ્લા એલ.સી.બી. નાં પો... .એસ.સૈરવૈયા તેમના પોલીસ સ્ટાફ સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમિયાન અંગત બાતમીદાર થકી એક સીલ્વર કલરની બોલેરો ગાડી નંબર- GJ-16-V-9246 માં એક ઇસમ મધ્યપ્રદેશ તરફ થી દારૂ ભરી ખાટીયાવાંટ ચોકડી થઇ મોડાસર ચોકડી થી નીકળી નર્મદા મેઇન કેનાલના રસ્તે થઇ સુર્યાઘોડા ગામ તરફ જનાર છે. તેવી મળેલ બાતમી હકીકત આધારે ઝાંખરપુરા તેઓ ઝાંખરપુરા ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈનનાં ગરનાળા પાસે નાકાબંધીમાં ગોઠવાઇ ગયા હતા.

તે દરમ્યાન ઉપરોકત હકીકતવાળી ગાડી નર્મદા મેઇન કેનાલ તરફથી આવતા તેને રોકવા બેટરીના અજવાળાથી ઇસારો કરતા તે દુરથી પોલીસને જોઇ ગાડીના ચાલકે તેની ગાડીને ચાલુ હાલતમા મુકી ભાગવા જતા તેનો ફીલ્મી ઢબે પીછો કરી પકડી પાડેલ તેને સાથે રાખી તેના કબ્જાની બોલેરો ગાડીમાં અંદરના ભાગે વચ્ચેની તથા પાછળની સીટો નીચે બેટરીના અજવાળે જોતા વિદેશી દારૂ ભરેલ પૂઠાના બોક્ષ મળી આવેલ જેથી પકડાયેલ ઇસમનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા તેણે પોતાનું નામ વિરેન્દ્રભાઇ ભાયાભાઇ જાતે ભીલાલા (..૨૩) (  રહે. ચાપરીયા લુહાર ફળીયા, તા.સોંઢવા જી.અલીરાજપુર (એમ.પી.) નો હોવાનું જણાવેલ તેઓના કબ્જાની સીલ્વર કલરની બોલેરો ગાડી નંબર G J-16-V-9246 માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના હોલ તથા પતરાની ટીન બીયર મળી કુલ બોટલ નંગ-૮૮૮ કુલ કિંમત રૂ. ,૨૫,૬૦૦/- નો તથા વિદેશી દારૂની હેરાફેરીમા ઉપયોગ લીધેલ સીલ્વર કલરની બોલેરો ગાડી ની કિ.રૂ. ,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ- કિંમત રૂ.૧૦૦૦ મળી કુલ કિ.રૂ. ,૭૬.,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી અર્થે બોડેલી પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

(10:40 pm IST)