Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

મહેમદાવાદના રાસ્કામાં ટેમ્પાની હડફેટે બાઈક ચાલકે ગંભીર ઇજાથી દમ તોડ્યો

મહેમદાવાદ:તાલુકાના રાસ્કામાં આવેલ દૂધની ડેરી પાછળ રહેતાં કેસાભાઈ રતિભાઈ ઝાલા આજરોજ સવારે ૧૦ વાગ્યના અરસામાં પોતાનું નવું પ્લેટીના મોટરસાઈકલ લઈને રાસ્કા બસસ્ટેશન સામે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ ટેમ્પા નં જીજે ૨૩ એક્સ ૨૨૦૧ ના ચાલકે મોટરસાઈકલને અડફેટે લેતાં કેસાભાઈ જમીન પર પટકાયાં હતાં. જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

આ બનાવ અંગે મહેશભાઈ ઉર્ફે ટીકાભાઈ રતિભાઈ ઝાલાની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે ટેમ્પાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:32 pm IST)