Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

શકિત કેન્દ્રોમાં ઘુમી વળોઃ ભાજપની બેઠકમાં ઓમ માથુરનો અનુરોધ

રાજકોટઃ ભાજપના તમામ જિલ્લા પ્રમુખો, નિરીક્ષકો અને પ્રદેશ આગેવાનોની હાજરીમાં આજે કમલમમાં મળેલ બેઠકમાં પ્રદેશ પ્રભારી ઓમ માથુરે લોકસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરેલ. તેમણે લોકસભાનો જંગ જીતવા બુથોના સમન્વયથી બનેલા શકિત કેન્દ્રો પર પહોંચી વળવા અનુરોધ કર્યો હતો. આજે નવા કોઇ ચૂંટણીલક્ષી કાર્યક્રમો જાહેર કરાયા નથી પરંતુ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમો સફળ બનાવવા હાકલ કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઇ રૂપાલા, મનસુખ માંડવિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:57 pm IST)