Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પાકિસ્તાનનાં બે ટુકડા કર્યા ત્યારે ઇન્દિરાજી કે કોંગ્રેસે વોટ લેવાનો પ્રયત્ન નહોતો કર્યો : શહીદી પર રાજનીતિ ન થાય

હું મોદી કે શાહ જેવો અહંકારી નથી :લોકશાહીમાં જનતા જનાર્દન હોય છે ;શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ: આજે અમદાવાદમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ ઉપસ્થિત છે ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા અનેક નેતાઓ હાજર રહ્યાં છે  લોકસભા ચૂંટણી પ્રચાર માટેનું રણશિંગુ તેઓ અમદાવાદથી ફૂંકશે.

  કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલે વકહ્યું કે, ' CWC ગુજરાતમાં મળી રહી છે તે ખુબજ આનંદની વાત છે. આજે ઐતિહાસિક દિવસ છે. આપણા સૌના માટે ગર્વનો દિવસ છે. આજનાં જ દિવસે ગાંધીજીએ દાંડીકૂચ અંગ્રેજો સામે કરી હતી. 1961 પછી અહીં વર્કિંગ કમિટિની બેઠક અહીં મળી હતી.

  શક્તિસિંહ ગોહિલે વધુમાં હું શાહ અને મોદી જેવો અહંકારી નથી. વિધાનસભા સમયે તેઓ કહેતા હતાને કે મિત્રો 150થી વધારે જીતીશું પરંતુ 3 આંકડામાં પણ ન હતાં પહોંચ્યાં. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે. હું જરૂર તેમને કહીશ કે ત્રાજવામાં મુકજો. આજે આખું ધ્યાન બીજી બાજુ લઇ જવાય છે. કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પાકિસ્તાનનાં બે ટુકડા કર્યા ત્યારે ઇન્દિરા ગાંધી કે કોંગ્રેસ પાર્ટીએ વોટ લેવાનો પ્રયત્ન ન હતો કર્યો. શહીદી પર કોઇ વોટ બેંકની રાજનીતિ ન થાય.

(11:36 am IST)