Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સુરતની સિવિલમાં સીટી સ્કેન મશીન શરુ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા સુભાષ ઝાડેની તબિયત લથડી

નવી સિવિલમાં આઠ મહિનાથી મશીન બંધ:આમરણાંત ઉપવાસના પાંચમા દિવસે તબિયત બગડી

સુરત ;સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા આઠ મહિનાથી બંધ પડેલું સિટી સ્કેન મશીન તાકીદે શરૂ કરવાની માગણી સાથે દર્દી સેવા સમિતિના પ્રમુખ સુભાષ ઝાડેના આમરણાંત ઉપવાસ પર બેઠા છે આજે પાંચમાં દિવસે પણ યથાવત રહ્યા હતાં. દરમિયાન ડિહાઈડ્રેશન અને સુગર લો થઈ જતાં તેમને તાત્કાલિક વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં

(9:44 pm IST)