Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ખેડા: કઠવાડામાં વ્હેળાના પાણીની આડમાં છુપવાયેલ 1,96,800નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ખેડા:ના કઠવાડામાં આવેલ વ્હેળાના પાણીમાં વિદેશી દારૂના કોથળાઓ મળી આવતા ચકચાર જાગી છે. આ કોથળાઓમાં વિદેશી દારૂની બોટલ નંગ ૪૯૨ મળી પોલીસે કુલ રૂ.૧,૯૬,૮૦૦/-નો વિદેશી દારૂ કબ્જે કર્યો છે. જ્યારે આ ઘટનામાં આરોપીઓ પોલીસને જોઈ ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
ખેડા તાલુકાના કઠવાડા ગામની સીમમાં આવેલ પાણીયાળા વ્હેળાના પાણીમાં બુટલેગરે દારૂ સંતાડયો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. આથી પોલીસે ગત્ સાંજે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે છાપો માર્યો હતો. આ ઘટનામાં આરોપીઓ બીજા કીનારેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ વ્હેળાના પાણીમાં શોધખોળ કરતા ૧૫થી વધુ  પ્લાસ્ટિકના કોથળાઓ મળી આવ્યા હતા. આ કોથળાઓને તળાવના પાણીમાંથી બહાર કાઢી તેમા તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની બોટલો મળી આવી હતી. પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતા ૧૫ જેટલા કોથળામાંથી કુલ ૪૯૨ બોટલો કિંમત રૂા.૧,૯૬,૮૦૦/-નો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.

(6:22 pm IST)