Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

પાટણ-બોડેલીમાં શાળામાં ચેકીંગ દરમિયાન પ્રથમજ દિવસે ડમી વિદ્યાર્થી ઝડપાયા

પાટણમાં SSCની પરીક્ષામાં બે ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. પાયોનિયર સ્કૂલમાંથી ચેકિંગ રૂમ નંબર 3- અને 31માંથી ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. ત્યારે આ ડમી વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. છોટાઉદેપુર SSCની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. બોડેલીની ચલામલી શાળામાંથી વિદ્યાર્થી પકડાયો હતો. વર્ગખંડ નિરીક્ષકે અમરસિંહ ભીલ નામના ડમી વિદ્યાર્થી પર આશંકા જતા, તેને પકડી લીધો હતો. આ ડમી વિદ્યાર્થી આ જ શાળામાં અભ્યાસ કરતો હતો. તે નિલકેશ ભીલ નામના વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપતો હતો.

(6:20 pm IST)