Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

અમદાવાદમાં આધાર કાર્ડ લીન્કઅપ કરાવવા ગયેલ ૮૧ વર્ષના વૃદ્ધના એકાઉન્‍ટમાંથી રૂ.૩૮ હજારની ઉઠાંતરી

અમદાવાદઃ આધાર કાર્ડ લીંક  કરવાના બહાને ૮૧ વર્ષના વૃદ્ધ સાથે છેતરપિંડી કરીને રૂ.૩૮ હજારની ઉઠાંતરી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ 81 વર્ષના સોમાભાઇ પટેલ કે જેઓ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા અને નિવૃત થયા હતા અને તેમનું પેન્શન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હતુ અને તેમાં તેમની પત્ની હસુમતી પટેલનું પણ જોઇન્ટ એકાઉન્ટ હતું. ગત 16 ડીસેમ્બર 2017ના રોજ બપોરના સમયે તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે તેમનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંકઅપ કરવાનું જરૂરી છે. જો નહી કરાવો તો તમારુ એકાઉન્ટ બ્લોક થઇ જશે.

જેથી સોમાભાઇ ગભરાઇ ગયા હતા અને આધાર કાર્ડ લીંકઅપ કરવા માટે હા પાડી હતી અને બેંક એકાઉન્ટ નંબર, ડેબીટ કાર્ડ,. તેનો નંબર પાસવર્ડ. ,સીવીવી નંબર માંગ્યા હતા અને ત્યારબાદ લગભગ 15 વાર ફોન કરીને ઓટીપી નંબર માંગ્યા હતા જે સોમાભાઇએ આપી દીધા હતા. પ્રક્રિયા એક કલાક ચાલી હતી અને ત્યારબાદ થોડીવારમાં સોમાભાઇના મોબાઇલ ફોન પર મેસેજ આવ્યા હતા કે કોલ કરનારે 15 વાર ઓટીપીનો ઉપયોગ કરીને એકાઉન્ટમાંથી લગભગ 38000 રૂપિયા કાઢી લીધા હતા અને બારોબાર શોપીંગ કરી લીધી હતી. અંગે તેમણે બેંકમાં સંપર્ક કર્યો ત્યારે બેંકના અધિકારીઓએ જણાવ્યું તેમની બેંક પ્રકારના કોઇ કોલ કરતી નથી. જેથી સોમાભાઇને છેતરપીંડી થયાનો અહેસાસ થતા તેમણે ક્રાઇમબ્રાંચ માં અરજી કરી હતી અને ગઇકાલે વાડજ પોલીસે આઈપીસીની કલમ 406, 420 હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

(6:19 pm IST)