Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

વાપીની કિલીપકો કંપનીમાં ડીએ ન ચૂકવતા કામદારો દ્વારા તાળાબંધીઃ મામલતદાર કચેરીમાં રજૂઆત

વાપીઃ વાપીની કિલીપકો કંપનીમાં કામદારોને ડીએ ચૂકવવામાં ન આવતા રોષે ભરાયેલા કર્મચારીઓએ કંપનીને તાળાબંધી કરીને મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી.

વાપી જીઆઈડીસી ફર્સ્ટ ફેસના પ્લોટ નંબર 53 અને 60 માં આવેલી ખાનગી કમ્પનીના કામદારોને ડીએ નહીં ચૂકવાતા તેમણે તાળાબંધી કરી વિરોધ ઠાલવ્યો છે. કામદારોને ડીએ નહીં ચૂકવાતા 350 થી વધુ કામદારો લેબર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે વાપી મામલતદાર કચેરીમાં આવેલી લેબર કચેરીમાં રજૂઆત કરી હતી. પગારમાં વધારો કર્યો હોય તો ડીએ માં કાપ મૂકી વેતન ચૂકવાતું હોવાની કામદારોની ફરિયાદ છે.

(6:18 pm IST)