Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

શાબાશ અનુજ! ડી.ડી.ઓ. જી.ટી. પંડ્યાના સુપુત્રને સ્કાઉટ ગાઈડમાં 'રાજ્યપાલ એવોર્ડ

રાજકોટ, તા.૧૨ : ધ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ દ્વારા ગુજરાત સરકારનો ગૌરવપૂર્ણ ગણાતો 'રોવર સ્કાઉટ રાજ્યપાલ એવોર્ડ' રાજકોટ જિલ્લા વિષય અધિકારી  શ્રી જી.ટી. પંડ્યાના સુપુત્ર ચિ.અનુજને મળ્યો છે. ગઈકાલે રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના હસ્તે તેમણે આ એવોર્ડ સ્વીકારેલ. ચિ.અનુજ પંડ્યા હાલ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સીટીમાં મીકેનીકલ એન્જીનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમના પર તથા તેમના પિતાજી જી.ટી. પંડ્યા (મો.૯૯૭૮૪ ૦૬૨૪૫) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:43 pm IST)