Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ચાર દિવસમાં કુલ-૪૫ ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

પ્રથમ દિવસે-૩,બીજા દિવસે-૧૧ ત્રીજા દિવસે-૧૪ અને ચોથા દિવસે-૧૭ મળી કુલ-૪૫ ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું  છે. નર્મદા જિલ્લાની રાજપીપળા નગર પાલિકામાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી જેમાં પ્રથમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા બીજા બીજા દિવસે 11 ઉમેદવારો ત્રીજા દિવસે 14 અને ગુરુવારે ચોથા દિવસે 17 ઉમેદવારો મળી છેલ્લા ચાર દિવસમાં કુલ-45 ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હોવાનું રાજપીપળા નગરપાલિકાના મુખ્ય ચૂંટણી અધિકારી કે. ડી.ભગતે માહિતી આપતા જણાવ્યું હતું. સાથે સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી હોય આ અંતિમ દિવસે બપોરે 3.30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે ત્યારબાદ ચકાસણી કરાશે તેમ પણ તેમણે જણાવ્યું છે

(10:58 pm IST)