Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

એલ. આર. ડી. વિવાદઃ પરિપત્ર પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત

આંદોલનકાર બહેનોને સમજાવવા ભાજપનો પ્રયાસ, કોંગ્રેસ પણ દોટ મુકશે

ગાંધીનગર તા. ૧ર એલ. આર. ડી. સરકારે પરિપત્ર રદ કર્યાની જાહેરાત બાદ સરકારના પ્રતિનિધીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતાં. મંત્રીઓ કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર, દિલીપ ઠાકોર સહિતના નેતાઓએ પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી અને પહેલી ઓગસ્ટ ર૦૧૮ નો પરિપત્ર રદ કર્યો હોવાની જાણકારી આપી અને તેમને પારણા કરીને આંદોલન સમેટી લેવા સમજાવ્યું હતું. પરંતુ આંદોલનકાર બહેનો માન્યા ન હતાં.

લોક રક્ષક દળની ભરતીમાં અનામત મુદે છેલ્લા ૬૪ દિવસથી અનામત કરતી યુવતીઓના  ધરણાના મામલે રાજય સરકારે અનામત મુદે વર્ષ ર૦૧૮ ના કરાયેલા પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ ધરણા કરનાર ઉમેદવારોએ જયાં સુધી હાથમાં પરિપત્ર ન આવે ત્યાં સુધી ધરણા ખતમ નહીં કરવાની જાહેરાત કરી છે. આજે સવારમાં પણ ધરણા ચાલુ છે. સરકારનો સુધારેલા પરિપત્ર હાથમાં ન આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની જાહેરાત બંધારણીય અધિકાર આંદોલન સમિતિના હસમુખ સકસેનાએ કરી છે. આજે કોંગી ધારાસભ્યોએ પણ આંદોલનકાર છાવણીની મુલાકાત લેવાનું નકકી કર્યાનું જાણવા મળે છે.

(11:50 am IST)