Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

આજે સુરતમાં લોકસભા બેઠકોનું ક્લસ્ટર કાર્યક્રમ

દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહેશે

અમદાવાદ,તા.૧૨: પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તારીખ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૯ બુધવારના રોજ માંડવી(સુરત) તથા ધરમપૂર ખાતે ભાજપાના લોકસભા બેઠકોના ક્લસ્ટર સંમેલન યોજાશે. જેમાં માંડવી(સુરત) ખાતે સવારે ૯.૦૦ કલોક બારડોલી અને ભરૂચ લોકસભા બેઠકનું ક્લસ્ટર સંમેલન યોજાશે તથા ધરમપુર ખાતે બપોરે ૧.૦૦ કલાકે વડોદરા, સુરત અને નવસારી લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે.

આ ક્લસ્ટર સંમેલનોમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

(10:10 pm IST)