Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગે યોજાયેલ અન્નકૂટોત્સવ અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો

અમદાવાદ તા.૧૨ એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમમાં વિરાજીત શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે, વૈદિક મંત્રો સાથે ઠાકોરજીનો અડાલજ વાવના પવિત્ર જળ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી અભિષેક કરી  ૬૦૦ કિલો ગુલાબના ફુલોની પાંખડીઓથી મૂર્તિઢગ ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૧૧ વાનગીઓના અન્નકૂટ ઠાકોરજીને ધરાવી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા હરિસ્વરુપદાસજી સ્વામીના હસ્તે આરતિ ઉતારવામાં આવી હતી.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અ્ન્નકૂટનો પ્રસાદ, ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબોને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા કુંજવિહારીદાસજી સ્વામીના હસ્તે વહેંચવામાં આવ્યો હતો.

(9:16 pm IST)