Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સુરતના અમરોલીમાં શોપિંગ સેન્ટરના પાર્કિંગમાંથી ભેદી સંજોગોમાં યુવાનનો ઈજાગ્રસ્ત મૃતદેહ મળી આવ્યો

સુરત:અમરોલીના શોપિંગ સેન્ટરના બેઝમેન્ટ પાર્કિંગ પાસે ગઈકાલે સાંજે યુવાન કાંદાના ભાગે અને ગળાના ભાગે ઇજાપામેલી હાલત મૃતદેહ મળી આવ્યો હતો જોકે હું આર્થિક સામાજિક અને શારીરિક રીતે પૂરેપૂરો ભાગી ગયો છું વગેરે લખેલી સુસાઈડ નોટ એની પાસેથી મળી આવી હતી.

સ્મીમેર હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ અમરોલી ખાતે આવેલા ઉતરાણ મનીષા ગરનાળા પાસે સેન્ટોસા હાઈટસ મા રહેતા ચાલીસ વર્ષીય સુરેશભાઈ મોહનભાઈ તેજાણી ગઈકાલે સાંજે અમરોલીના ક્રોસ રોડ પર આવેલા શોપિંગ સેન્ટર મા બેઝમેન્ટ ના પાર્કિંગ પાસે પડેલા હતા જોકે તેના જમણા હાથના કાંડા ઉપર અને ગળાના ભાગે કપાયેલા હોવાથી લોહીલુહાણ હાલતમાં પડેલા હતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બનાવને લીધે ભારે ચકચાર મચી જવા પામી હતી.

(6:13 pm IST)