Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

આણંદમાં 24 કલાકમાં જુદા-જુદા ત્રણ અકસ્માતમાં ત્રણના કમકમાટીભર્યા મોત

આણંદ:જિલ્લામાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન ત્રણ અલગ-અલગ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જેમાં એક એક્ટીવા ચાલક તથા બે રાહદારીઓનો સમાવેશ થાય છે. અકસ્માતના બનાવ અંગે ઉમરેઠ પોલીસ, બોરસદ પોલીસ તથા પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠની ઓડ ચોકડીથી સારસા તરફ જવાના માર્ગ ઉપર આવેલ રેલ્વે ઓવરબ્રીજ પર બનેલ માર્ગ અકસ્માતમાં રવિવાર બપોરના સુમારે પસાર થઈ રહેલ એક ઈકો કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી સારસા તરફથી એક્ટીવા લઈને આવી રહેલ નીલકુમાર ગગુભાઈ ઝાલાને જોરદાર ટક્કર મારતા નીલકુમાર ઝાલા ઉછળીને રોડ ઉપર પટકાયો હતો. જેને માથા તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. 

 

(6:12 pm IST)
  • સિરક્રીકમાં પાકિસ્તાન નેવીની હિલચાલ વધી :ભારતીય નેવી પર બાજ નજર રાખવા માટે 8 નવા ઓબ્ઝર્વેશન પોસ્ટ :સિયાચીન બાદ સિરક્રીકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ :નિયંત્રણ રેખા હોવા છતાં સિરક્રીક બંને દેશો વચ્ચે સંવેદનશીલ બની access_time 1:00 am IST

  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST