Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

આણંદ નજીક બાકરોલમાં તસ્કરની ટોળકી સક્રિય: બે અલગ અલગ સોસાયટીમાંથી લાખોની મતાની ચોરીથી અરેરાટી

આણંદ: પાસેના બાકરોલ તેમજ કરમસદ ગામે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ રોજેરોજ ચોરીના બનાવો બની રહ્યા છે. બાકરોલ રોડ પર આવેલ બે અલગ-અલગ સોસાયટીઓના બંધ મકાન તેમજ કરમસદના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી લાખ્ખો રૂપિયાના સરસામાનની ઉઠાંતરી કરી હોવાના બનાવ વિદ્યાનગર પોલીસ દફતરે નોંધાયા છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ વિદ્યાનગર પાસેના બાકરોલ ગામે આવેલ માધવ ગુરૂકુળ સામે રામેશ્વર પાર્ક ખાતે મયંકકુમાર ધીરૂભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા.ફેબુ્રઆરી, ૨૦૧૯ના રોજ સાંજના સુમારે એક સામાજીક કાર્યક્રમમાં હાજરી આપવા મયંકકુમાર પટેલ સહિતનો પરિવાર પોતાના મકાનને તાળુ મારી ગયો હતો. દરમ્યાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

(6:11 pm IST)