Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અમદાવાદ: બીઆરટીએસના વર્કશોપમાં ડીઝલની ચોરી કરનાર કર્મચારી સહીત બેની ધરપકડ

અમદાવાદ: શહેરમાં રાણીપ બીઆરટીએસના વર્કશોપમાં બસોની ટાંકીમાંથી ડિઝલ ચોરી કરતા વર્કશોપના ડ્રાઈવર સહિત બે શખ્સોની વાડજ પોલીસે ધરપકડ કરી હતી. બસોની એવરેજ ઘટી જતા ડિઝલ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. તપાસમાં અગાઉ બે વખત તેમણે ડિઝલની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

વાડજ પોલીસે કેસમાં વર્કશોપમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને નવા વાડજ ગામમાં શાક માર્કેટ પાસે રહેતા દિક્ષીત ઉર્ફ ડી.કે.પ્રદીપભાઈ પટેલ (૨૯) અને વિરમગામના નગાસર ગામમાં રહેતા કૌશલ વાસુદેવભાઈ પટેલ (૩૦)ની ધરપકડ કરી હતી. બન્ને આરોપી ડિઝલ ચોરીને કારમાં જઈ રહ્યા હતા ત્યારે વાડજ પોલીસે વાડજમાં વ્યાસવાડી નજીકથી તેમને ઝડપી લીધા હતા. એમ વાડજ પોલીસ સ્ટેશનના સીનીયીર પી.આઈ.જે.એ.રાઠવાએ જણાવ્યું હતું.

(6:09 pm IST)
  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • મુંબઇમાં ૩૮ કરોડના કોકેન સાથે ચાર વિદેશીની ધરપકડ access_time 3:23 pm IST