Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અમદાવાદમાં એક્ટિવા ચાલકને ધમકાવી બે શખ્સો એક લાખ ભરેલ બેગ તફડાવી જતા ચકચાર

અમદાવાદ: સરદારનગરમાં વેપારી તેના કારીગર સાથે એક લાખ રૃપિયા ભરેલી થેલી લઈને જઈ રહ્યો હતો ત્યારે મોટર સાઈકલ પર આવેલા બે શખ્સોએ વેપારીને લાફો મારી દીધો હતો. જેમાં વેપારી અને કારીગર નીચે પટકાતા આરોપીઓ એક્ટીવામાં ભરાવેલી રૃપિયા અને અગત્યના દસ્તાવેજો ભરેલી થેલી લઈને ભાગી ગયા હતા. સરદારનગર પોલીસે અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ સરદારનગર કુબેરનગરમાં રહેતા સુરેશભાઈ દેવલદાસ લખાણી (૪૮) પાંણીની ટાંકી પાસે બિસ્કીટની હોલસેલની દુકાન ધરાવે છે. ફેબુ્રઆરીના રોજ રાત્રે વેપારી વકરાના એક લાખ રૃપિયા લઈને તેમના કારીગર સાથે એક્ટીવા પર ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન શાંતિપ્રકાશ હોસ્પિટલ નજીક બાઈક પર હેલ્મેટ પહેરેલ અને મોઢે રૃમાલ બાંધેલા બે શખ્સો  તેમની નજીક આવ્યા હતા. જેમાં બાઈક પર પાછળ બેઠેલા શખ્સે સુરેશભાઈને લાફો મારી દેતા તે અને તેમનો કારીગર એક્ટીવા પરથી નીચે પટકાયા હતા.

 

(6:09 pm IST)
  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST