Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સરકારી તંત્રથી ત્રસ્ત ૧પ થી ર૦ નાગરિકો દરરોજ આત્મ વિલોપનની ચીમકી આપે છે

મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં દરરોજ નાગરીકોની અરજીના ઢગલા

અમદાવાદ તા. ૧ર :.. સરકારના જુદા જુદા વિભાગોમાં અટકી રહેલાં કામો, બદલીઓ, પેન્શન કે પોલીસ ફરીયાદ બાદ ઝડપી ઉકેલ જેવા પડતર પ્રશ્નો માટે આવતી અરજીઓમાં હવે અરજદારો આત્મ વિલોપનનો શસ્ત્ર તરીકે વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. પ્રજાકીય સમસ્યાઓના નિકાલ કે ઝડપી ઉકેલ માટે કામ કરતા વિભાગો માટે હવે 'આત્મવિલોપન' માથાનો દુખાવો બની ગયો છે.

ગાંધીનગરમાં મોદી સરકારના સમયથી સ્વર્ણીમ સંકુલ-૧ ખાતે મુખ્ય પ્રધાનનું સ્વાગત કાર્યાલય આવેલું છે. રાજયભરના અરજદારોએ તેમને જુદા જુદા સરકારી વિભાગોમાં પડી રહેલી મુશ્કેલીના ઉકેલ માટે સ્વાગત કાર્યાલયમાં અરજી કરેલ છે. આ કાર્યાલય અરજીઓનો અભ્યાસ કરીને જે તે વિભાગને ભલામણ કરવા ઉપરાંત અરજદારની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે જે તે અરજીને જે તે વિભાગ અને તાલુકા તેમજ જિલ્લા સ્થળે મોકલી આપે છે. વર્ષ ર૦૦૩ થી રાજય સ્વાગત ઓનલાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં મહિને અંદાજે ૩૦૦૦, જેટલી જન ફરીયાદ આવે છે. જેમાં તાલુકા કક્ષાએ સૌથી વધુ અને ગ્રામ્ય કક્ષાએ ૩૦ ટકા  જેટલી અરજીઓ આવે છે. આ અરજીઓના ઉકેલ માટે ગ્રામ્ય કક્ષાએ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ મહિને એક વાર યોજવાાં આવે છે, જેમાં તાલુકા કક્ષાએ દર મહિનાના ચોથા બુધવારે અને મુખ્યપ્રધાન ઓનલાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે., જેમાં ખુદ મુખ્ય પ્રધાન પોતે હાજર રહીને અરજદારની સમસ્યા અને રજૂઆત સાંભળે છે. જિલ્લા કક્ષાએ દર મહિનાના ચોથા મંગળવારે યોજાતા કાર્યક્રમ કલેકટરની અધ્યક્ષતામાં યોજાય છે. તમામ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં જે તે વિભાગ અધિકારીઓને હાજર રાખવામાં આવે છે. જેથી જે તે વિભાગની સમસ્યાનો સ્થળ પર જ નિકાલ લાવી શકાય. અરજીની ગંભીરતાના પગલે તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં  અરજીઓન સુનાવણી થાય છે. શહેરી વિસ્તારના લોકો તેમના પડતર પ્રશ્નોની રજુઆતની અરજી જિલ્લા કલેકટરમાં કરી શકે છ.ે

'આત્મવિલોપન' કરી લેવાની અરજી આપનારાઓની સંખ્યામાં વધારો થયો છ.ે એકમાત્ર ગાંધીનગરના કાર્યાલયને રોજની આવી ૧પ થી ર૦ અરજીઓ મળે છ.ે લાંબા સમય સુધી સરકારી કચેરીઓના દોડા-ધકકા ખાધા પછી અરજદારો કંટાળીને સમસ્યાના ઝડપી ઉકેલ માટે આત્મવિલોપનની અરજી કરી રહ્યા છે. જેના કારણે તંત્ર દોડતું થયું છે.

(3:56 pm IST)