Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ખેડૂતોને મગફળીનો પાક વીમો ઝડપથી ચૂકવાશેઃ વિજયભાઈ

રાજકોટ, તા. ૧૨ :. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ખેડૂતોને વિતેલા વર્ષનો મગફળીનો પાક વીમો ઝડપથી ચૂકવવાની કટીબદ્ધતા વ્યકત કરી છે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવેલ કે, ખેડૂતોને મળવાપાત્ર પાક વીમો અપાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. કંપનીઓ સાથે સરકારની જરૂરી કાર્યવાહી ચાલે છે. ખેડૂતોને મગફળીનો પાક વીમો ઝડપથી અપાવવા માટે સરકાર કટીબદ્ધ છે. ટૂંક સમયમાં પાક વીમો મળી જશે.(૨-૨૧)

(3:31 pm IST)
  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST