Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

બિલ પછી હવે સાડી પર પણ નરેન્દ્ર મોદી

સુરતના સાડીના એક મેન્યુફેકચરરે નમો સાડીની ૩ પેટર્ન બનાવી છે અને હવે એ-ડિઝાઇનની સાડીના ઓર્ડર લેવાનું શરૂ કર્યું છે

સુરત તા. ૧૨ : લોકસભામાં નરેન્દ્ર મોદીની જીત માટે પહેલાં પેકેજિંગ પ્લાસ્ટિક પટ્ટી પર અને એ પછી બિલ તથા વાઉચર પર નરેન્દ્ર મોદીનું કેમ્પેન શરૂ થયા પછી સુરતના ટેકસટાઇલના એક વેપારીએ હવે નવી પહેલ કરીને નમો સાડી બનાવી છે. આ નમો સાડી ત્રણ પ્રકારની ડિઝાઇનમાં છે. એમાંથી એક સાડીમાં નરેન્દ્ર મોદી અને તેમનો સ્વચ્છતાનો સંદેશ છે તો એક સાડીમાં નરેન્દ્ર મોદીની અલગ-અલગ લાક્ષણિક મુદ્રાઓ દર્શાવવામાં આવી છે, જયારે એક ડિઝાઇનમાં માત્ર મોદી જ દર્શાવવામાં આવ્યા છે.

સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીએ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકસ સમયે નરેન્દ્ર મોદીનો જબરદસ્ત વિરોધ કર્યો હતો અને મહિનાઓ સુધી વેપાર બંધ રાખ્યો હતો, પણ લોકસભાનું ઇલેકશન નજીક આવે છે ત્યારે આખી ઇન્ડસ્ટ્રી જાણે કે મોદી રંગમાં રંગાઈ ગઈ હોય એ પ્રકારે વર્તી રહી છે. સુરતના સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે શ્નવષોર્ પહેલાં એવું બનતું કે વર્લ્ડ કપ સમયે ફેવરિટ પ્લેયરની સાડી કે ડ્રેસ-મટીરિયલ બનતાં અને લોકોમાં એની ડિમાન્ડ રહેતી, પણ સાડીમાં કોઈ રાજનેતાનું પિકચર હોય અને લોકો એની ડિમાન્ડ કરે, એ પહેરે એવું કયારેય જોવા નથી મળ્યું. આ બહુ સારી નિશાની છે કે લોકો આ પ્રકારની ડિમાન્ડ કરે છે.લૃ

આ નમો સાડી હજી તૈયાર થઈ છે. હવે એના ઓર્ડર લેવામાં આવશે અને એ પછી એની સપ્લાય શરૂ કરવામાં આવશે. સુરતની રીટેલ માર્કેટમાં આ નમો સાડીની ત્રણેત્રણ પેટર્ન મળવા માંડી છે. આ સાડીની હોલસેલ પ્રાઇઝ ૨૦૦થી ૩૫૦ રૂપિયાની છે.(૨૧.૧૦)

 

(11:26 am IST)
  • ટીએમસી ધારાસભ્યની હત્યા મામલે આરોપી મુકુલ રોયે આગોતરા જમીન અરજી કરી :મુકુલ રોયના વકીલ શુભાશિષ દાસગુપ્તાએ કહ્યું કે આગોતરા જમીન અરજી જસ્ટિઝ જોયમાંલયો બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે તેવી આશા છે access_time 1:07 am IST

  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • વિડીયો : આજે સવારે પોરબંદરના માધૂપુર ઘેડ ગામમાં અચાનક જ એક સિંહ ઘુસી આવતા અફરાતફરી મચી ગઇ હતી : સિંહને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી ગઈ હતી : બે લોકો પર સિંહે હુમલો કર્યાનું પણ જાણવા મળે છે (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:32 pm IST