Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કાંકરેજ પંથકમાં વાતાવરણમાં આવેલા પલટાથી જીરુંનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત :પાકને નુક્શાનની ભીતિ

કાંકરેજ પંથકમાં બે દિવસ પહેલા વાતાવરણમાં આવેલા પલટાના કારણે જીરાનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં છે. કારણ કે વિપરિત વાતાવરણના કારણે જીરાના પાકને નુકસાન થવાની શકયતા છે.

  ખેડૂતોના કેહવા મુજબ વધુ પડતી ઠંડી અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે ઠંડા પવનો ફૂંકતા જીરાના પાકને નુકસાન થયું છે. આ વખતે ખેડૂતોએ મોંઘાભાવે બિયારણ ખરીદ્યુ છે. તેમજ મહામહેનતે વાવેતર કર્યા બાદ હાલમાં વધુ પડતી ઠંડીના કારણે જીરાનો પાક સુકાવા લાગતા ખેડૂતોની ચિંતા વધી છે.

(9:01 am IST)