Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જીએસટીની ટર્નઓવર લિમિટ ડબલ :નોટિફિકેશનના અભાવે વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા

અનેક વેપારીઓ આ નોટિફિકેશનની રાહમાં : આ મુદ્દે એસોસિયેશને પણ રજૂઆત કરી

અમદાવાદઃ વેપારીઓને રીઝવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની ટર્નઓવર લિમિટ ર૦ લાખથી વધારીને ૪૦ લાખ કરાઈ હતી, પરંતુ નોટિફિકેશન હજુ સુધી જાહેર નહીં કરાતાં વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. રૂપિયા ૪૦ લાખની લિમિટની અંદર આવતા વેપારીઓ જીએસટી નંબર રદ કરાવવો કે નહીં એ અંગેનું માર્ગદર્શન ટેક્સ કન્સલ્ટન્ટ અને સીએ પાસે માગી રહ્યા છે.

  જીએસટી કાઉન્સિલની બેઠકમાં કમ્પોઝિશન સ્કીમની લિમિટ ૧.પ૦ લાખ કરવાની અને રિટર્નમાં સુધારા-વધારા કરી શકવાની જાહેરાત કરાઈ હતી. આ અંગેનાં નોટિફિકેશન પણ જાહેર થઈ ગયાં છે, જેથી તેનું અમલીકરણ પણ શરૂ થઈ રહ્યું છે, પરંતુ ટર્ન‌ઓવરના મામલે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કરાયો નથી. ટેક્સ કન્સલ્ટન્ટ સંદીપ શાહે જણાવ્યું હતું કે અનેક વેપારીઓ આ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દે એસોસિયેશને પણ રજૂઆત કરી છે.

  વેપારીઓ રિટર્નની ઝંઝટમાંથી મુક્ત થવા માગે છે. ઉપરાંત કેટલાક તો નંબર પણ રદ કરાવવા માટે રાહ જોઈ રહ્યા છે. આથી તેઓ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત ટર્નઓવર લિમિટનો અમલ થતાં જ આઇટીસીની પ્રોસેસમાં પણ પસાર થવાનું નથી. 1૦ જાન્યુઆરીમાં મળેલી જીએસટી કાઉન્સિલની ૩રમી બેઠકમાં નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોને રાહત આપવાની દિશામાં મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યાં હતાં.

(7:54 pm IST)
  • દિલ્હીમાં કેજરીવાલ દ્વારા વિપક્ષની મહારેલી :મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ સહિતના દિગજ્જ નેતાઓનો જમાવડો :આપના સંયોજક ગોપાલરાયે કહ્યું કે રેલીમાં મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ,પૂર્વ પીએમ એચડી દેવગૌડા,ફારુખ અબ્દુલ્લા અને એનસીપીના શરદ પવાર સહિતના વિપક્ષી નેતા ભાગ લેશે access_time 1:06 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST