Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

રાજ્યમાં ઠંડીનું જોર હળવું થતા લોકોમાં રાહતની લાગણી

આગામી દિવસોમાં ઠંડની તીવ્રતામાં વધુ ઘટાડાઓ થવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ થયેલા કાતિલ ઠંડીના નવા રાઉન્ડથી લોકો ધ્રૂજી ઉઠ્યા હતા. આ હાડ થિજાવતી ઠંડીથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું. વચ્ચે તેજ ગતિવાળા પવનોના કારણે લોકો ઠુંઠવાયા હતા જોકે આજે ઠંડીનું જોર હળવું થયું હતું. આજે ઠંડીની તીવ્રતામાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી.

   આજે શહેરમાં ૧૧.૫ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું હતું. દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હતો. ડીસા ૮.૬, વડોદરા ૧૦.૮, સુરત ૧૩.૦, રાજકોટ ૧૧.૫ ભૂજ ૧૧.૭ ગાંધીનગર ૧૦.૨, વલસાડ ૯.૬ અને નલિયામાં ૭.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન હતું. નલિયા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યું હતું. આ દરમિયાન આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર ઓછું થતું જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

(7:46 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST