Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

આગામી દસ દિવસમાં માંગણી નહીં સ્વીકારાઈ તો કોળી સમાજના આગેવાનો રાજીનામાં ફગાવશે : જલ્પાબેનની ખુલી ચીમકી

મોકૂફ રહેલો કાર્યક્રમ 19મીએ યોજાશે :ગાંધીનગરમાં કોળી સમાજ દ્વારા જનાધિકાર મહારેલીનું આયોજન

 

અમદાવાદ ;રાજ્યમાં સરકારની નસ દબાવાનું એક પછી એક સંગઠનો અને જ્ઞાતિ લેવલે થઇ રહયું છે રાજ્યમાં એક બાદ એક ભાજપના નેતાઓ નારાજ થઇ રહ્યા છે અને સરકારની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. પરસોતમ સોલંકીની નારાજગી યથાવત છે,પરંતુ તેઓ માની ગયા હોવાનું સરકાર અને ભાજપના પ્રતિનિધિ દાવાઓ કરી રહ્યા છે.ત્યારે કોળી સમાજના અગ્રણી જલ્પાબેન કોળીએ ચીમકી આપી છે કે જો આગામી બજેટ સત્ર પૂર્ણ થયા બાદ 10 દિવસમાં માંગ નહીં સ્વીકારવામાં આવે તો તમામ હોદ્દાઓ પરથી કોળી સમાજના આગેવાનો રાજીનામાં આપી દેશે.

 

  ઉપરાંત મોકૂફ રહેલો કોળી સમાજનો કાર્યક્રમ આગામી ૧૯ તારીખે ગાંધીનગર ખાતે યોજાવાની જાહેરાત કરાઈ છે 19મીએ સમસ્ત કોળી સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે જન અધિકાર મહારેલી યોજવાનું નક્કી કરાયું છે.

 

   રાજ્યભરમાં કોળી સમાજના 62 લાખ લોકો વસે છે.આવા સમયે કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં નહિ આવતુ હોવાનો ઉલેખ્ખ કરીને માંગ કરાઈ છે કે મંત્રીમંડળ અને અન્ય સામાજિક હોદ્દાઓમાં કોળી સમાજને યોગ્ય સ્થાન આપવામાં આવે.અન્યથા આગામી બજેટ સત્ર પૂર્ણ થયા બાદ 10 દિવસમાં માંગ નહીં સ્વીકારવામાં આવે તો તમામ હોદ્દાઓ પરથી કોળી સમાજના આગેવાનો રાજીનામાં આપી દેશે.

(11:51 pm IST)