Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

અમદાવાદમાં બેવડી સિઝનનો અનુભવ : પારો ઘટીને ૧૩.૨

બેવડી સિઝનથી રોગચાળાનો ખતરો વધ્યોઃ ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટી ૧૨.૨ ડિગ્રી નોંધાયું

અમદાવાદ,તા. ૧૨, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઇ હોવા છતાં દિલ્હી અને એનસીઆરમાં તેની અસર વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અસર નહીવત દેખાઈ હતી. લઘુત્તમ તાપમાનમાં પણ કોઇ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળી ન હતી. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૩.૨ અને ગાંધીનગરમાં ૧૨.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૭ ડિગ્રી નોંધાયું હતું. તંત્ર તરફથી કોઇ ચેતવણી અપાઈ નથી. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફારની તકો દેખાતી નથી. શહેરમાં બપોર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી રહ્યુ હતુ. જ્યારે મહતમ તાપમાન ૨૯.૧ ડિગ્રી રહ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં આજે લઘુતમ તાપમાન ઘટીને ૧૨.૨ ડિગ્રી હતુ. નલિયામાં આજે પારો ૧૧.૭ ડિગ્રી રહ્યો હતો. બેવડી સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે. બપોરના ગાળામાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે જ્યારે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી પણ જોવા મળી રહી છે. બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના  નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની   સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ પ્રકારના વાતાવરણની સીધી અસર બાળકો અને મોટી વયના લોકો પર થાય છે. દિલ્હી અને એનસીઆરમાં ઠંડી પરત ફરી છે ત્યારે શિવરાત્રિ પછી ઠંડીનો ગાળો પૂર્ણ થાય તેમ માનવામાં આવે છે. બેવડી સિઝનના કારણે ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં બાળકો અને મોટી વયના લોકોને વધુ સાવચેતી રાખવાની જરૂર દેખાઈ રહી છે.

(10:25 pm IST)