Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સુરત :પોલીસ ચોકી પાસે દારૂના અડ્ડાનો વિડિઓ વાયરલ:કમિશ્નરના આદેશ બાદ પોલીસનો દરોડો

લોભેશ્વર પોલીસ ચોકી પાછળ ધાબામાં દારૂના અડ્ડાના વિડિઓ બાદ દરોડામાં બુટલેગર ઝડપાયો

સુરત ;રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છાસવારે દારૂનો જથ્થો ઝડપાતો હોય છે અને બેરોકટોક વેચાણ અને પીધેલા પકડાતા હોય છે અનેકવાર દારૂના જથ્થા સાથે કેટલાક શખ્શોને દબોચી લેવાતા હોય છે ત્યારે સુરતમાં લોકોની જાગૃતિને કારણે પોલીસ ચોકીની નજીકમાં ચાલતા દારૂના અડ્ડાનો વિડિઓ વાયરલ કર્યા બાદ પોલીસ કમિશનરે આદેશ અપાતા સ્થાનિક પોલીસે દરોડો પાડીને બુટલેગરને ઝડપી લીધો છે

  જાણવા મળ્યા મુજબ સુરતમાં લાભેશ્વર પોલીસ ચોકી પાસે દારૂનો અડ્ડો ચાલતો હતો. દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસ ચોકીની પાછળ ધાબા પર દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવામાં હતી .
   
પોલીસ કમિશ્નર દ્વારા વરાછા પોલીસને આદેશ આપતા સ્થાનિક પોલીસે ધમધમતા દારૂના અડ્ડા પર દરોડા પાડીને પોલીસે બુટલેગર નારાયણ શાહની ધરપકડ કરી છે.પોલીસ ચોકી પાસે દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો.તેમ છતા પોલીસ દ્વારા અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી નથી તે સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો

(9:59 pm IST)