Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વૃક્ષ છેદન બચાવવા પ્લાસ્ટીક પર્યાવરણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે

વિશ્વભરમાંથી એક્ઝિબિટર્સ સામેલ થશે : ગ્રેટર નોઇડાના ટ્રેડ ફેર સ્થળ ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં ૨૮મી ફેબ્રુઆરીથી ઇન્ડિયાપ્લાસ્ટનું કરાયેલું આયોજન

અમદાવાદ,તા. ૧૨ : ઈન્ડિયાપ્લાસ્ટ ૨૦૧૯ એ પ્લાસ્ટિક્સ એક્ઝિબિશન છે અને તેમાં પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીને સંબંધિત સૌથી મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીસમાંની કેટલીક ટેકનોલોજીસ પ્રદર્શિત કરાશે. વૈશ્વિક ઉત્પાદકો અદ્યત્તન ટેકનોલોજીસ, ઈક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ ઓફર કરશે. અદ્યત્તન ઈનોવેશન્સ, એન્વાયર્નમેન્ટલ ફ્રેન્ડલી ટેકનોલોજી સોલ્યુશન્સ અને સ્ટેલર રિસર્ચ સાથે ૧૮ દેશોનાં ૯૦૦ એક્ઝિબિટર્સ વિશ્વભરમાંથી તેમાં સામેલ થશે અને ૭૨૦૦૦ સ્ક્વેર મીટર વિસ્તારમાં ૯૦૦૦૦થી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. આ ઈવેન્ટનું આયોજન ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૯થી ૪ માર્ચ, ૨૦૧૯ દરમિયાન થશે અને તે ભારતના ઉત્કૃષ્ટ ટ્રેડ ફેર સ્થલ ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ ખાતે યોજાશે જે ભારતનું પ્રથમ ઈન્ટિગ્રેટેડ ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર છે, જેમાં ૨૩૨૦૦૦ સ્ક્વેર મીટરથી વધુના વિસ્તારમાં અદ્યત્તન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓનો સમન્વય છે અને અસંખ્ય મુલાકાતીઓને આવરી શકે છે. પીએમએમએઆઈના ચેરમેન મહેન્દ્ર એન. પટેલે કહ્યું હતું, 'આ એક્ઝિબિશન એકસ્પોઝરની રીતે જ વિશાળ નથી પણ ટેકનોલોજીની રીતે પણ વિશાલ છે.' પીએમએમએઆઈ ભારતને વૈશ્વિક પ્લેયર બનાવવાના વિઝન અંગે લક્ષ ધરાવે છે. ભારતની પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી ઊંચો ગ્રોથ રેટ ધરાવે છે અને તેમાં ૩ મિલિયનથી વધુ લોકો સાથે ૨૫ હજાર કંપનીઓ ધરાવે છે અને આગામી પાંચ વર્ષમાં ફિનિશ્ડ ગૂડ્સની નિકાસ બમણી થવાનો અંદાજ છે.' ટ્રીયુન એક્ઝિબિટર્સના મેનેજિંગ ડિરેક્ટરના સિરિલ પરેરાના કહેવા પ્રમાણે, 'પ્રથમવાર ઈન્ડિયાપ્લાસ્ટ ૨૦૧૯ મોકાના સ્થળે એટલે કે ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટમાં યોજાય છે જે ભારતમાં એક્ઝિબિશન્સનું હબ છે. તેમાં મોટી સંખ્યામાં મુલાકાતીને સમાવી શકાય છે અને તે ભારતમાં તથા વિદેશોમાં રહેતા લોકો માટેનું અનુકૂળ સ્થળ છે.

(8:29 pm IST)