Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વિજયનગર તાલુકાના અંતરિયાળમાં નરાધમ પુત્રએ પિતાને લાકડીના ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યો

સાબરકાંઠા :જિલ્લાના વિજયનગર તાલુકાના અંતરીયાળ વિસ્તારના આદિવાસી પરિવારોની વસ્તીવાળા સારોલી ગામમાં જુવાનજોધ દિકરાએ તેના બાપને આડેધડ લાકડીઓ ફટકારીને તેમની હત્યા કર્યાના બનાવે ગામલોકોમાં ચકચાર મચાવી મૂકી છે.
દરમિયાન બાપની લાશને ઘર પાસે જ પડતી મૂકીને નાસી છૂટેલા પુત્રની ધરપકડ કરવા માટે વિજયનગર પોલીસ મથકનો સ્ટાફ ગાઢ જંગલ વિસ્તારમાં ઠેરઠેર શોધ ચલાવી રહ્યો છે.
વિજયનગર તાલુકાના સારોલી ગામે રહેતી ૬૦ વર્ષિય વૃધ્ધા કંકુબેન નગજીભાઇ નિનામાએ ગઇકાલે વિજયનગર પોલીસ મથકમાં તેના દીકરા દલજી નગજીભાઇ નિનામાની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦૨ હેઠળ ખૂનનો  ગૂનો દાખલ કરીને વધુ તપાસ જારી રાખી હતી.

(5:29 pm IST)