Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

''મંચ ઓફ રંગ અનેક'' : લોહાણા યુવા સંગઠનના ઉપક્રમે આવતીકાલ ૧૩ ફેબ્રુ.ના રોજ ગાંધીનગરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

ગાંધીનગર : ગાંધીનગરમાં સામાજીક તથા ધાર્મિક ક્ષેત્રે કાર્યરત ''લોહાણા યુવા સંગઠન''ના ઉપક્રમે આવતીકાલ ૧૩ ફેબ્રુ. મંગળવારના રોજ ''મંચ એક રંગ અનેક'' નામ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

શિવરાત્રીના શુભદિવસે ટાઉનહોલ સેકટર ૧૭, ગાંધીનગર ખાતે સાંજે ૭.૩૦ કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં બાળકો, યુવાનો સહિત મોટી ઉંમરના જ્ઞાતિજનો ગીત, સંગીત, ડાન્સ, નાટક, કરારે સહિતની કૃતિઓ રજૂ કરશે.

આ પ્રસંગે સંગઠનના પૂર્વ પ્રમુખોની સેવાઓને બિરદાવવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

તમામ જ્ઞાતિજનોને હાજરી આપવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. તેવું શ્રી પાર્થ ઠક્કર ૯૮રપ૬ ૦૮૭૪૪ની યાદી જણાવે છે.

(1:16 pm IST)