Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પાટણના રસુલપુરામાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કર્યાનુ ખુલ્યુ

પાટણ તા.૧૨: હારીજ તાલુકાના રસુંલપૂરા (ગાલ્લા)ગામે બુધવારના રોજ  બૂડા ગામે વચ્ચેની ઝાડી માથી કૂતરાએ માનવનો પગ ખેંચી લાવતા મળી આવ્યો હતો. જે માનવનો પગ જોઇ ગ્રામજનો તેમજ આજુબાજુ વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

હારીજ પોલીસને જાણ કરાતા બે દિવસથી હારીજ પોલીસે તપાસ આદરતા દોડ કિ.મી. અંદર બાવળની ઝાડીમાંથી યુવક યુવતીના અસ્ત વ્યસ્ત પડેલા હાડ પિંજરના અવશેષો મળી આવ્યા હતા.

રસુલપૂરા (ગાલ્લા)ગામે બુધવારના રોજ એક માનવ પગનું અગ મળી આવ્યુ હતુ. જેની જાણ હારીજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.

મનુષ્યના એક પગનું અંગ શંકાસ્પદ જણાતા હારીજ પીએસઆઇ.વી.વી.ત્રિવેદીએ એફ.એસ.એલ.ટિમ.અને ડોગ સકોંવર્ડ ટીમ બોલાવીને તપાસ હાથ ધરી હતી. પણ કાંઇ મળ્યુ ન હતુ. બીજા દિવસે ગુરૂવારના દિવસે પણ હારીજ પોલીસે બાવળની ઝાડીઓમાં તપાસ હાથ ધરતા દોઢ કિમિ.દુર હાડપિંજરના અવશેષો અસ્ત વ્યસ્ત પડ્યા હતા. જેમાં યુવાનની લાશના કમરથી નીચેનો ભાગ મળી આવ્યો હતો. જયારે યુવતીનો બીજો પગ મળી આવ્યો હતો.(૧.૧)

 

(10:22 am IST)